-->

Health Tips: Why is raw mango consumption like nectar in summer? Learn the many benefits of raw mangoes

 Health Tips: Why is raw mango consumption like nectar in summer?  Learn the many benefits of raw mangoes

કાચી કેરી અમૃત સમાન

એક કાચી કેરીમાં સફરજન, કેળા, લિંબુ અને સંતરા કરતા પણ વધુ વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી



કાચી કેરીના ફાયદા

1.વજન ઓછુ કરવા

કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે.

2.એસિડિટી દૂર કરવા

જેમને એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી લેવી જોઈએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનના કારણે એસિડિટી સામાન્ય થઇ ગઇ છે. પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી.

3.દાંતને સ્વસ્થ કરે છે

કાચી કેરીથી ફક્ત પેઢા જ નહીં દાંત પણ સાફ થાય છે. કાચી કેરીના કારણે દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે. તેમજ મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધ પણ દુર થાય છે.

4.રોગપ્રતિકારક શક્તિ વધે

કાચી કેરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે.

5.રક્ત વિકારને દુર થાય

કાચી કેરીમાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી લોહીના વિકાર સામે લડવામાં મદદ મળે છે. રક્ત વિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દુર કરી શકાય છે. કાચી કેરીમાં રહેલા વિટામીન સીથી લોહીની કોષિકાઓમાં સ્થિતિસ્થાપક્તા આવે છે અને નવી કોષિકાઓ બનાવામાં પણ મદદ મળે છે.

6.લૂથી બચવાનો અક્સીર ઉપાય

ઉનાળાની વધતી જતી ગરમીમાં લૂથી બચવા માટે કાચી કેરી અક્સીર ઉપાય છે. સાથે જ ગરમીના કારણે શરીર થતી અળાઇને પણ દુર કરે છે. કાચી કેરી ગરમીમાં શરીરને આંતરીક ઠંડક આપે છે જેથી શરીરનું તાપમાન જળવાઇ રહે છે અને ગરમી સામે લડી શકે છે.

ગરમીની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ગરમ-ગરમ હવાઓને કારણે લૂ લાગી જાય છે. ગરમીમાં એક ફળ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. બાળપણમાં કાચી કેરીઓ તો બધાએ ખાધી હશે. 

કાચી કેરી શરીરની બધી સમસ્યાઓને દૂર કરે છે. કાચી કેરીનાં અથાણાનું પણ ગરમીના દિવસોમાં ખૂબ સેવન કરવામાં આવે છે. તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમીમાં કાચી કેરી ખાવાથી બીજા કેટલાય ફાયદાઓ છે. 

કાચી કેરી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આટલું જ નહીં પેટ સંબંધિત રોગમાં પણ આ ફાયદાકારક હોય છે. કાચી કેરીની મદદથી એસિડિટીને દૂર કરી શકાય છે. એટલા માટે જેને ગેસની સમસ્યા વધારે હોય છે તેમણે ગરમીમાં કાચી કેરી ખાવી જોઇએ. કાચી કેરીને મીઠા(નમક) સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત સર્જાતી નથી, આ સાથે જ તે ઊંચા તાપમાનથી પણ બચાવે છે. 

એટલા માટે ગરમીમાં શરીરમાં પાણીનાં પૂરતા પ્રમાણ માટે કાચી કેરી લાભદાયી છે. કાચી કેરી આંતરડામાં થતા ઇન્ફેક્શનને પણ દૂર કરે છે. કોઇને લીવર સંબંધિત કોઇ સમસ્યા છે તો તે ઠીક કરવાનો આ એક પ્રાકૃતિક ઉપાય છે. આ ઉપરાંત કાચી કેરી વજન વધતા પણ અટકાવે છે.