-->

Alyuminiyam na vasno ma randhvu ane jamvu svasthy mate nukshan karta thai shake che

 Alyuminiyam na vasno ma randhvu ane jamvu svasthy mate nukshan karta thai shake che

એલ્યુમિનિયમના વાસણમાં તૈયાર કરેલું ભોજન તમને નુકસાન પહોંચાડી શકે છે, બાળકોનાં સ્વાસ્થ્યને જોખમ

આજકાલ આપણા તમાના ઘરોમાં મોટાભાગે એલ્યુમિનિયમથી બનેલા વાસણોનો ઉપયોગ થાય છે. સમગ્ર દુનિયામાં લગભગ 60 ટકા વાસણો એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે. તેનુ સૌથી મોટું કારણ એ છે કે, એક તો તે અન્ય ધાતુઓની સરખામણીમાં સસ્તા અને ટકાઉ હોય છે. સાથે જ ઉષ્માના સારા સુચાલક પણ હોય છે.


  • જૂના જમાનામાં એલ્યુમિનિયમના વાસણોમાં કેદીઓને ભોજન અપાતું હતું. કારણ કે આ વાસણમાં તૈયાર થતાં ભોજનથી શરીર અને મગજમાં કમજોરી આવી જાય છે. તે સસ્તું હોવાથી ગરીબના ઘરમાં પણ આ જ ધાતુનો ઉપયોગ થાય છે.
  • રિસર્ચ પ્રમાણે, શરીરમાં એલ્યુમિનિયમની માત્રા વધી જવાથી યાદશક્તિ પર અસર થાય છે. આ ધાતુ ઉદ્યોગ સાથે જોડાયેલા વર્કર્સ પર થયેલી સ્ટડીમાં તેનો ખુલાસો થયો છે.
  • એલ્યુમિનિયમના વાસણ બનાવતાં સમયે તેમાં બીજી ધાતુ પણ ઉમેરાય છે. તેમાં રહેલા હેવી મેટલ્સથી શરીર પર ખરાબ અસર થાય છે.
  • આ ધાતુના વાસણમાં ભોજન તૈયાર કરી તેમાંજ રહેવા દેવાથી ઘણા નુકસાન થાય છે. જોકે કેન્સર સાથે તેનો પ્રત્યક્ષ સંબંધ છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી.
  • કેટલાક રિસર્ચ પ્રમાણે એલ્યુમિનિયમની ખરાબ અસર મગજ પર થાય છે. તેના ઉપયોગથી બાળકોમાં ડિસ્લેક્સિા અને ઓટિઝમની સમસ્યા થઈ શકે છે

શું બીમારી થાય છે 

સ્વાસ્થય પર તેની ખરાબ અસર થાય છે. કેમ કે, એલ્યુમિનીયમ ખાવાની સાથે રિએક્શન કરે છે. ખાસ કરીને એસિડીક પદાર્થો જેમ કે ટામેટા. તે રિએકશન કરીને એલ્યુમિનિયમ આપણા શરીરમાં પહોંચી જાય છે. વર્ષો સુધી જો આપણે એલ્યુમિનીયમમાં ખોરાક પકવો છો, તો આ એલ્યુમિનિયમ આપણા માંસપેશીઓ, કિડની, લિવર અને હાડકામાં જમા થઈ જાય છે. જેને કારણે અનેક ગંભીર બમીરીઓ ઘર કરી જાય છે. તેથી હંમેશા લોખંડ કે માટીના પાત્રોમાં જ ભોજન પકાવવુ જોઈએ. તે તમારા ભોજનની વધુ સ્વાદિષ્ટ અને તમારા સ્વાસ્થય માટે સારુ થઈ શકે છે. 

તેનાથી થતી બીમારી

નબળી યાદગીરી અને ડિપ્રેશન

મોઢામાં છાલા

દમ

એપેન્ડિક્સ

કિડનીનુ ફેલાઈ જવું

અલ્ઝાઈમર

આંખોમાં સમસ્યા

ડાયેરિયા 

તો કઈ ધાતુના વાસણમાં રાંધવું અને જમવું જોઈએ

➡️માટીના વાસણમાં જમવાથી થાય છે ફાયદોઃ

માટીના વાસણમાં ખોરાક રાંધવા અને જમવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી ખોરાકમાં રહેલા તત્વો નષ્ટ પામતા નથી. માટીના ઘડા અથવા કુંજામાં સંગ્રહ કરીને રાખેલું પાણી પીવાથી તરસ છીપાય છે અને શરીરને શીતળતા મળે છે જે ફ્રીઝકોલ્ડ વોટરમાં પણ અનુભવાતી નથી. ઉપરાંત તેનાથી કોઈપણ પ્રકારનું નુકશાન નથી થતું, પાચન શક્તિ સુધરે છે અને શરીરમાં હાનિકારક તત્વો પણ નથી પ્રવેશતા.

➡️લોખંડ (IRON) ના વાસણનો ઉપયોગ અને તેનાથી શરીરને થતા ફાયદા

આપણે ત્યાં રોટલી કે ભાખરી શેકવા માટે મોટેભાગે લોખંડ (IRON) ની લોઢી અથવા તવીનો ઉપયોગ કરવામાં આવે છે આજે તેનો ફાયદો પણ જોઈએ. લોખંડ (IRON) ના વાસણમાં જમવાનું રાંધવાથી શરીરમાં લોહી અને આયરનની ઉણપ નથી રહેતી. કારણ કે લોઢાના વાસણોમાં પૂરતા પ્રમાણમાં આયરન હોયે છે જે ખોરાક સાથે મળી શરીરમાં પહોંચે છે અને શરીરના આંતિરક સંતુલન બનાવી રાખવામાં સહાયરૂપ બને છે. જે લોકોને આયરનની ઉણપ હોય તેવા લોકોએ ખાસ કરીને લોખંડ (IRON) ના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવો જોઈએ.

➡️પિત્તળ (BRASS) ના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને થતા ફાયદા

પિત્તળ (BRASS) એ કોપર અને કાંસ્ય એમ બે પ્રકારની ધાતુઓનું મિશ્રણ છે. પિત્તળ (BRASS) ના વાસણમાં જયારે ખોરાક રાંધવામાં આવે છે ત્યારે ઊંચા તાપમાનને કારણે પિત્તળ (BRASS) ના તત્વો ખોરાક સાથે ભળી જાય છે જેથી ખોરાક લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. એ ઉપરાંત પિત્તળ (BRASS) ના વાસણમાં સંગ્રહ કરેલું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, મન અને મસ્તિષ્ક શાંત રહે છે અને પાચનતંત્ર પણ સુધરે છે. તેથી પિત્તળ (BRASS) ના વાસણમાં ખાવાથી પણ આ ફાયદાઓ થાય છે.

➡️ચાંદી (SILVER) ના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને થતા ફાયદા

ચાંદી (SILVER) ના વાસણમાં ખોરાક જમવાથી ચાંદીના તત્વો શરીરમાં હાડકાંઓ અને માંસપેશીઓને આંતરિક મજબૂતી આપે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ સંતુલિત રાખે છે.

➡️ સોના (GOLD) નાં વાસણનો ઉપયોગ કરવાથી શરીરને થતા ફાયદા

સોના (GOLD) ના વાસણમાં જમવું ભાગ્યશાળી લોકોના નસીબમાં જ હોય છે પરંતુ માહિતી હોય તો ક્યારેક આવા વાસણોનો ઉપયોગ કરવાનો અવસર મળે તો ચોક્કસથી અવસર લઈ જ લેવો. સોના (GOLD) નાં વાસણમાં જમવાથી તેમાં રહેલા સૂક્ષ્‍મ તત્વો ખોરાક સાથે ભળી શરીરમાં પહોંચી તેને અંદરથી મજબૂત બનાવે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, મન અને મગજ શાંત રહે છે તેમજ શરીર ઉર્જાથી ભરપૂર રહે છે.