-->

Heart Attack: What Is It, Causes, Symptoms & Treatment

 Heart Attack: What Is It, Causes, Symptoms & Treatment | Heart attack first aid |  signs of heart attack a month before |How to prevent heart attack |Heart attack causes |હાટ એટેક ના આવે તેનો ઉપાય|હાર્ટ એટેક ના કારણો | હૃદય રોગના લક્ષણો | હાટ એટેક ના આવે તેનો ઉપાય | 

What Is a Heart Attack?

A heart attack happens when something blocks the blood flow to your heart so it can’t get the oxygen it needs.

More than a million Americans have heart attacks each year. Heart attacks are also called myocardial infarctions (MI). "Myo" means muscle, "cardial" refers to the heart, and "infarction" means death of tissue because of a lack of blood supply. This tissue death can cause lasting damage to your heart muscle..


તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટકના સંકેત આપવા લાગે છે અને જો તમે આ લક્ષણો અને સંકેતોને ઓખળી જાઓ છો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે તેને જીવલેણ થતા અટકાવી શકાય છે. હાર્ટ એટેક (Heart Attack) 2 પ્રકારના હોય છે. એક અચાનક (Sudden) અને બીજો ગ્રેડ્યુઅલ (Gradual) એટલે કે ધીરે-ધીરે આવે છે. સોસાયટી ઓફ કાર્ડિયોવસ્કુલર પેશેન્ટ કેરનું માનીએ તો હાર્ટ એટેકના લગભગ 50 ટકા કેસમાં પહેલા જ લક્ષણ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં શરૂઆતના 2 કલાકમાં હાર્ટને નુકસાન (Heart Damage) પહોંચે છે.

ક્યારેય ન કરો નજરઅંદાજ  નહીં તો ભોગવવા પડશે આ ગંબીર પરિણામ 

સામાન્ય રીતે હાર્ટ એટેકની સમસ્યા બદલાતી જીવનશૈલી અને ખાનપાનને કારણે થાય છે. આ જ કારણ છે કે દેશમાં ચારમાંથી ત્રણ લોકોને હાર્ટ એટેકની સમસ્યા છે. નોંધનીય બાબત એ છે કે મોટાભાગના લોકોને ઘણી વખત સાયલન્ટ એટેક પણ આવે છે. પરંતુ તેઓને તેની ખબર હોતી નથી. જો હૃદયના સ્નાયુઓ યોગ્ય સમયે કામ ન કરે તો મોટી સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ હાર્ટ એટેક પહેલા આપણું શરીર કેવા પ્રકારના સંકેતો આપે છે. જેને તમારે ક્યારેય અવગણવું જોઈએ નહીં.

હાર્ટ અટેક આવતા પહેલા અનુભવ થાય છે આ લક્ષણો 

A blockage of blood flow to the heart muscle.

A heart attack is a medical emergency. A heart attack usually occurs when a blood clot blocks blood flow to the heart. Without blood, tissue loses oxygen and dies.

હાર્ટ અટેક આવતા પહેલા છાતીમાં દુખાવો અને બેચેની થાય છે.

અમુક લોકોને  ચક્કર પણ આવી શકે છે સાથે જ કમજોરી પણ લાગે છે. આવામાં તમને અલર્ટ રહેવાની જરૂર છે.

કારણ વગર ખુબ વધારે થકાન લાગવી,ઉબકા અને ઉલટી થઈ જવી પણ હાર્ટ અટેકના લક્ષણો છે. જણાવી દઈએ કે અધીકતમ મહિલાઓમાં આ લક્ષણો જોવા મળે છે.

હાથ અને પગમાં સોજો

આ સિવાય તમને ખાંસી અને હાથ-પગમાં સોજો આવવા લાગશે. મોટાભાગના લોકો આ લક્ષણની અવગણના કરે છે. પરંતુ જણાવો કે આ લક્ષણને સહેજ પણ હળવાશથી ન લો.

હુમલા પહેલા દર્દીને પરસેવો થાય છે

આ સિવાય તમને જણાવી દઈએ કે હાર્ટ એટેક આવ્યા બાદ દર્દી લગભગ અડધા કલાક સુધી પરેશાન રહે છે. આ દરમિયાન, દર્દીને ખૂબ પરસેવો થાય છે, તેને ઉલટી પણ થઈ શકે છે. જો તમે પણ આવા લક્ષણો અનુભવો છો, તો તમારે તાત્કાલિક ડૉક્ટરને મળવું જોઈએ.

હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો

જો હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણોની વહેલી ખબર પડી જાય તો ઘણી જિંદગીઓ બચાવી શકાય છે. પ્રારંભિક લક્ષણોમાં બેચેની, છાતીમાં બેચેની, છાતીમાં ભારેપણું લાગવું, છાતીમાં દુખાવો, પરસેવો, શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા લોકોને એસિડિટી અથવા ઓડકાર આવે છે જેને કેટલાક લોકો ગેસની સમસ્યા માને છે. તમને જણાવી દઈએ કે હાર્ટ એટેક પહેલા આ પણ એક લક્ષણ છે. તેને સાયલન્ટ હાર્ટ એટેક તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ લક્ષણોને ઈગ્નોર ન કરો

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)અનુસાર હાર્ટ એટેક પહેલા નબળાઇ, થોડુ માથુ દુખવું, ગળુ-જડબા અને પીઠમાં બેચેની અથવા દુખાવો થવો. જો તમને આવા કોઈ લક્ષણ દેખાય છે તો તેને હળવાશથી ન લેવું જોઈએ. તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

હૃદયને બચાવવા માટે શું કરવું

સૌ પ્રથમ, તમારી જીવનશૈલી બદલો. તમારા આહારનું ધ્યાન રાખો. તમારા આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.

કોઈપણ પ્રકારનો તણાવ ન લેવાનો પ્રયાસ કરો. કારણ કે હુમલાનું કારણ પણ તણાવ છે.

૧. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું :

કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં કરવું તમારા માટે ઘણું જરૂરી છે, કારણ કે કોલેસ્ટ્રોલ જયારે વધવા લાગે છે, તો હૃદયની બીમારીનો ભય પણ વધે છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ફક્ત દવા જ પૂરતી નથી, પરંતુ હેલ્ધી ડાયટનું પણ સેવન કરવું પડે છે. તમારે હેલ્ધી ડાયટ જ લેવું જોઈએ.

૨. વજન નિયંત્રણમાં રાખવું :

હાર્ટ અટેકનો સાથી મોટો શત્રુ વજન છે. તમારે તમારું વજન હંમેશા નિયંત્રણમાં રાખવું જોઈએ. વજન નિયંત્રણમાં રાખવાથી તમને હૃદયની સમસ્યા નહીં થાય. કારણ કે વજન વધવાથી નસો બ્લોક થઈ જાય છે, જેના કારણે હૃદયની બીમારી તમને ઘેરવા લાગે છે. એના માટે તમારે વ્યાયામ વગેરે કરતા રહેવું જોઈએ.

૩. ઓલિવ ઓઈલ :

આમ તો તૈલી ખાવાનું ખાવાથી બચવું જોઈએ. પરંતુ જો તમને વધારે તૈલી ખાવાનું ગમે છે, તો એના માટે તમારે ઓલિવ ઓઈલમાં બનેલા ખોરાક જ ખાવા જોઈએ. તે સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી પહોંચાડતું. સાથે જ શરીરમાં કોઈ પણ પ્રકારની ચરબી જમા નથી થવા દેતું.

. ધૂમ્રપાનથી દૂર રહો :

ધૂમ્રપાનથી દરેક વ્યક્તિએ દૂર રહેવું જોઈએ, કારણ કે એનો ધુમાડો ફેફસા અને હૃદયમાં જમા થઈ જાય છે, જેના કારણે હાર્ટ અટેક આવવા લાગે છે. આથી ધૂમ્રપાનથી બચવું જોઈએ, જેથી તમને હૃદયની બીમારી ન થાય અને તમે આખું જીવન એક મજબૂત હૃદય સાથે જીવતા રહી શકો. સાથે જ પોતાના પરિવારજનોને પણ ધૂમ્રપાન ન કરવાની સલાહ આપવી જોઈએ.

૫. વ્યાયામ કરો :

વ્યાયામ તો દરેક વ્યક્તિએ કરવો જોઈએ. રોજ નિયમિત વ્યાયામ કરો ભલે ૧૦-૨૦ મિનિટ કરો પણ વ્યાયામ જરૂર કરો. કારણ કે એનાથી શરીર સારું અને સ્વસ્થ રહે છે. એનાથી તમે હૃદયની બીમારીથી બચી શકો છો. માટે તમારે રોજ નિયમિત રીતે વ્યાયામ કરવાની આદત પાડી લેવી જોઈએ.

૬. હેલ્ધી ડાયટ :

પોષણથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો તો તમને ક્યારેય કોઈ બીમારી નહીં થાય. હૃદયની બીમારીથી બચવા માટે વિટામિન ઈ, મેગ્નેશિયમ, ફાઈબર અને પોટેશિયમના ગુણોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તે હૃદયની રક્ષા કરે છે. એના માટે તમારે સૂકા મેવાનું સેવન કરવું જોઈએ.