સમ્રાટ અશોક: કલિંગનું યુદ્ધ અને તેનું હદયપરિવર્તન
અશોકનો પરિચય.
- અશોક મહાન નામ દેવાનમપ્રિયા અશોક મૌર્ય (રાજા પ્રિયદર્શી દેવતાઓના દેવતા).
- પિતાનું નામ બિંદુસાર.
- દાદાનું નામ ચંદ્રગુપ્ત મૌર્ય.
- માતાનું નામ સુભદ્રાંગી છે.
- પત્નીઓનું નામ દેવી (વેદિઓ-મહાદેવી શાક્યાકુમારી), કરુવાકિ (બીજી દેવી તિવલમાતા), અસન્ધમિત્ર (અગ્રમહિષિ), પદ્માવતી અને તિષિરક્ષિત છે.
- પુત્રોનાં નામ- મહેન્દ્ર, પુત્રી સંઘમિત્રા અને પુત્રી ચારૂમતી દેવી, કરુવાકીનો પુત્ર તિવાર, પદ્માવતીનો પુત્ર કુણાલ (ધર્મવર્ધન) અને બીજા ઘણાંનો ઉલ્લેખ છે.
સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક અને રાજ્યવિસ્તાર.
- સમ્રાટ અશોક : (ઈ.સ. પૂર્વે 273 થી ઈ.સ. પૂર્વે 232) : પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાનાં ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો.
- રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્યવિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને A8CTQ6 પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસુર (હાલનું કર્ણાટક) સુધી, પશ્ચિમે ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ (હાલનું બિહાર), કલિંગ (હાલનું ઑડિશા) સુધી ફેલાયેલું હતું.
કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય-પરિવર્તન
મગધની પડોશમાં આવેલ કલિંગ (હાલનું ઑડિશા) નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્ત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે (ઈ.સ. પૂર્વે 261) કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો.
યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ-બાળકોને રડતાં જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો.
અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે.
Post a Comment