-->

દાંડીકૂચ 1930

 દાંડીકૂચ

ઈ.સ. 1930માં ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાનાં ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો, મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે, મીઠા પર વેરો નાખવો પાપ છે. કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. 12 માર્ચ, 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડીયાત્રાની શરૂઆત કરી. 370 કિમી જેટલી કૂચ કરી અસલાલી, બારેજા, નડિયાદ, માં, રામ, રામ, સુરત, નવસારી જેવા નાનાં-મોટાં ગામો- શહેરોમાં સભા ભરી 5 એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા, 6 એપ્રિલ સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આ સાથે જ સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ થયો. દાંડી સાથે મીઠાના કાયદાનો ભંગ કરવાના સવિનય સત્યાગ્રહ અનેક ભાગોમાં શરૂ થયા. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહની

જાહેરાત ગાંધીજીએ કરી, ત્યારે 5 મે, 1930 ના રોજ તેમની ધરપકડ થઈ તેમને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. ગાંધીજીની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની અબ્બાસસાહેબ તૈયબજીએ લીધી. તેમની પણ ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની સરોજીની નાયડુએ લીધી. ધરાસણા ઉપરાંત વિરમગામ, ધોલેરા, સુરજકરાડી, વડાલામાં મીઠાનો સત્યાગ્રહ થયો. સવિનય કાનૂન ભંગ લડતમાં સ્વદેશી, વિદેશી કાપડનો બહિષ્કાર, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા પર પિકેટિંગ, અસ્પૃશ્યતાનિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ. સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે ‘ના કર' ની અહિંસક લડત લડવામાં આવી,

અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી આંદોલનને દબાવવા પ્રયત્ન કરેલ, મીઠાના કાયદાનો ભંગ,ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા ગોળમેજી પરિષદોનું આયોજન થયું. પ્રથમ ગોળમેજી પરિષદ કોંગ્રેસની ગેરહાજરીના કારણે નિષ્ફળ ગઈ. સવિનય કાનૂનભંગની લડત ઉગ્ર બનતા સરકારે કોંગ્રેસ સાથે સમજૂતી કરવા કરાર કર્યો. આ સંદર્ભે વાઇસરૉય ઇર્વિન અને ગાંધીજી વચ્ચે થયેલા કરારને ગાંધી ઇર્વિન કરાર' તરીકે ઓળખવામાં આવે છે. આ કરારમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગ અને સત્યાગ્રહીઓને જેલમુક્ત કરવા જેવા મુખ્ય મુદ્દા સામેલ હતા. ઈ.સ, 1931માં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી પરંતુ તેમાં કોમી મતદાર મંડળનો પ્રશ્ન ઉપસ્થિત થતા ગાંધીજી નિરાશ થયા અને ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ.