-->

uttarayan shayari in gujarati

uttarayan shayari in gujarati |ઉતરાયણ શાયરી, સુવિચાર, શૂભેચ્છા સંદેશ 

મકરસંક્રાંતિ- ઉતરાયણ શાયરી સ્ટેટસ, ક્વોટ્સ, ગુજરાતીમાં શુભેચ્છાઓ આ આર્ટીકલમાં આપવામાં આવી છે. જે તમે તમારા મિત્રોને સ્નેહીજનોને મોકલો અને તેમને તહેવારની શુભકામનાઓ પાઠવો અને તેમની ખુશીમાં વધારો કરે છે. તમારા પરિવાર સાથે મકરસંક્રાંતિના તહેવારનો આનંદ માણો. સુવિચાર ગુજરાતી તરફથી ૫ણ તમને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ભગવાન તમને તમારા સારા કાર્યોમાં સફળતા આપે.

*લોકોને તમારી કમજોરીનો ઉલ્લેખ કયારેય ના કરતા*

*કારણે કપાયેલી ૫તંગ લોકો ખૂબ જ બેદર્દીથી લુટતા હોય છે.*

સહેજ ભીની સહેજ કોરી હોય છે,લાગણી તો ચંચળ છોરી હોય છે,હોય છે રંગીન પતંગો બધાની પાસે,પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.

*ઉતરાયણની ઘણીને ઘણી શુભકામના*

*શબ્દો તમે આ૫જો, ગીત હું બનાવીશ*

*ખુશી તમે આ૫જો, હસીને હું બતાવીશ*

*રસ્તો તમે આ૫જો, મંજીલ હું બતાવીશ*

*કિન્યા તમે બાંઘજો, ૫તંગ હું ચગાવીશ*


હોળી ના દિવસે પાણી ના હોય અને

બેસતાવર્ષ ના દિવસે સામેવાળી ના હોય,

આ બધા કરતા વધારે દુઃખ તો ત્યારે થાય,

જ્યારે ઉતરાયણ ના દિવસે હવા ના હોય..


*પુરુષનું ૫તંગ જેવું છે સાહેબ*

*”કન્યા’ સારી બંઘાય તો ઉંચી ઉડાય*

*અને ખોટી બંઘાય તો ગોળ ગોળ ફરતો થઇ જાય*

આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી મક્રરસંક્રાંતિ(ઉત્તરાયણ) ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભ મક્રરસંક્રાંતિ.

વિચારું કે કોઈ અંગત સાથે વાત કરું,
આપનું  કોઈ ખાસ ને યાદ કરું
કર્યો વિચાર, સંક્રાંતિ ની શુભ કામના આપવા માટે
હૈયા એ કીધું કે કેમ આપના થી જ શરૂઆત કરું

પહેલા ઉતરાયણનો આનંદ પતંગ ચગવીને કરતો,
હવે પારેવાંઓને બચાવીને આનંદ આવે છે .. 


તનમાં મસ્તી મનમાં ઉમંગ
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકશમાં ભરી દઈએ પ્રેમનો રંગ.

ઉતરાયણ એટલે?
વેલેન્ટાઇન ડે ના દિવસે કોને પ્રપોઝ કરવું?
એ શોધવા એક મહિનો અગાઉ આવતો તહેવાર.. 😂😂
લિ. આપણો ભૂરો 

આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.

100 પતંગ લૂંટશો તો 
18 પતંગ સરકારમાં જમા 
કરાવવા પડશે.. 
18% GST 😂😂😂


સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.


પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.

પહેલા ઊતરાણમાં લોકો પૂછતાં.. કેટલી દોરી ઘસાવી..?

આજકાલ બધા એક જ સવાલ પૂછે…

કેટલી બાટલી ભરાવી…?


ફીરકી પકડનારી છોકરીઓ તો ઘણી મળી જશે,

મારે તો એવી છોકરી જોઈએ જે

દોરીમાં પડેલી ગુંચને ઉકેલી આપે.


તું તારે કર્યા કર ખેંચાખેંચ,

અમે તો ઢીલ દેવામાં જ માનીએ...

હોય મોટો ફીરકો કે ભલે લચ્છો,

અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ...

તું તારે કાપ્યા કર સૌ ના પતંગો ભર દોરીએ,

અમે તો કોઈકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ...

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,

ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે...

જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,

એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!