Be careful if you pay with upi id
Be careful if you pay with upi id | જો તમે upi id થી પેમેન્ટ કરો છો તો આટલી બાબતો નું ખાસ ધ્યાન રાખો
ભારતમાં ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન બેન્કિંગ સુવિધાએ મહત્વની ભૂમિકા ભજવી છે. ડિજિટલ ઇન્ડિયામાં, લોકો હવે નાનાથી મોટા સ્થળોએ ચુકવણી માટે UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) નો ઉપયોગ કરે છે. ભારતમાં, UPI છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રેષ્ઠ ચુકવણી માધ્યમ તરીકે દેશની સામે આવ્યું છે. વર્ષ 2020 માં, દેશભરમાં 1.3 અબજ વ્યવહારો UPI દ્વારા કરવામાં આવ્યા હતા. UPI ના ક્રેઝને ધ્યાનમાં રાખીને, તેને સરળ અને સુરક્ષિત બનાવવું વધુ મહત્વનું બની ગયું છે.
UPI શુ છે ..??
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI) એક એવી ઝડપી ચુકવણી સિસ્ટમ છે જે તમને કોઈ મોબાઈલ પ્લેટફોર્મ મારફતે કોઈ બે પક્ષ વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવામાં સહાય કરે છે google pay માં કોઈ બેન્ક એકાઉન્ટ ઉમેરવા માટે તમારી બેન્ક UPI સાથે કામ કરતી હોવી જોઈએ.
UPI એક એવું સિસ્ટમ છે જેના દ્વારા તમે રિયલ ટાઈમ પોતાના પૈસાને એક બેન્ક એકાઉન્ટમાથી બીજા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.
UPI એક એવું માધ્યમ છે જેના દ્વારા જો તમારે પોતાના પૈસાને એક એકાઉન્ટમાથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું હોય તો તમે તમારા મોબાઇલ ફોનમાં UPI આધારિત પેમેન્ટ એપ ડાઉનલોડ કરીને પૈસાને ટ્રાન્સફર સરળતાથી કરી શકો છો.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન અથવા ડિજિટલ ટ્રાન્જેક્શન અનેકગણો વધ્યા છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે સ્માર્ટફોન દ્વારા ડિજિટલ પેમેન્ટ ન કર્યું હોય. પરંતુ તે જેટલો સરળ લાગે છે તેટલો જ ક્યારેક તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. UPI પેમેન્ટના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. તમારે ડરવાની જરૂર નથી પરંતુ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે વાત તમારી મહેનતની કમાણી સાથે સંબંધિત છે.
આપણે બધા જાણીએ છીએ કે ઓનલાઈન ટ્રાન્જેક્શન વધવાની સાથે સાયબર ફ્રોડ પણ વધ્યા છે. વિસ્તારની કરિયાણાની દુકાન હોય, શાકભાજીની લારી હોય કે પછી મોટા શોપિંગ મોલ, આજકાલ ઓનલાઈન પેમેન્ટની સુવિધા દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. ફક્ત કોડ સ્કેન કરો અને ફટાપટ પેમેન્ટ કરો, પરંતુ જો તમે કોઈપણ ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છો (તે Google Pay હોય કે PhonePe અથવા Paytm હોય), તો તમારા માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ બની જાય છે. નહિ તો કંગાળ બનતા વાર નહિ લાગે. નીચે જણાવેલ બાબતોને અવગણવાની ભૂલ ન કરો…
ક્યારેય પણ કોઈની સાથે UPI એડ્રેસ શેર ન કરો
ઘણા લોકો આ ભૂલ કરે છે અને પાછળથી પસ્તાવો થાય છે. કૃપ્યા કરીને આ ભૂલ ન કરો. કારણ કે તમારું UPI અકાઉન્ટ/એડ્રેસ સુરક્ષિત રાખવું એ સૌથી અગત્યની બાબત છે. તમારે તમારું UPI ID/એડ્રેસ ક્યારેય કોઈની સાથે શેર કરવું જોઈએ નહીં. તમારું UPI એડ્રેસ તમારા ફોન નંબર, QR કોડ અથવા વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) વચ્ચે કંઈપણ હોઈ શકે છે. તમારે કોઈપણ પેમેન્ટ અથવા બેંક એપ્લિકેશન દ્વારા તમારા UPI અકાઉન્ટને ઍક્સેસ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
એક મજબૂત સ્ક્રીન લોક સેટ કરો
બીજી ભૂલ જે લોકો વારંવાર કરે છે તે ખૂબ જ સિંપલ સ્ક્રીન લોક અથવા પાસવર્ડ/પિન સેટ કરવાની છે. આવી ભૂલ ન કરો અને મજબૂત પાસવર્ડ સેટ કરો. તમારે તમામ પેમેન્ટ અથવા નાણાકીય લેવડ-દેવડ એપ્લિકેશન્સ માટે એક મજબૂત સ્ક્રીન લૉક સેટ કરવું પડશે. જો તમે Google Pay, PhonePe, Paytm અથવા અન્ય કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો એક મજબૂત પિન સેટ કરવો મહત્વપૂર્ણ છે, જે તમારી જન્મ તારીખ અથવા વર્ષ, મોબાઈલ નંબરના અંકો અથવા અન્ય તમારે તમારો પિન કોઈની સાથે શેર ન કરવો જોઈએ અને જો તમને શંકા હોય કે તમારો પિન સામે આવ્યો છે, તો તેને તરત જ બદલો.
અનવેરિફાઇડ લિંક પર ક્લિક ન કરો અથવા ફેક કોલ પણ અટેન્ડ ન કરો
ત્રીજી ભૂલ એ છે કે વગર વિચાર્યે કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવું. એવું બિલકુલ ન કરો. UPI સ્કેમ એ એક સામાન્ય તકનીક છે જેનો ઉપયોગ હેકર્સ દ્વારા યુઝર્સને ફસાવવા માટે થાય છે. એ નોંધવું જોઈએ કે હેકર્સ સામાન્ય રીતે લિંક્સ શેર કરે છે અથવા કૉલ કરે છે અને યુઝર્સને ચકાસણી માટે તૃતીય-પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે છે. તમારે આવી લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ અથવા PIN અથવા અન્ય કોઈપણ માહિતી કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. બેંકો ક્યારેય પિન, ઓટીપી અથવા અન્ય કોઈપણ પર્સનલ ડિટેલ માંગતી નથી. તેથી કોઈપણ મેસેજ અથવા કૉલ પર આવી માહિતી માંગે છે તે તમારી વિગતો અને પૈસા ચોરી કરવા માંગે છે. આવા કિસ્સાઓમાં તમારે સાવચેત રહેવું જોઈએ.
એકથી વધુ એપનો ઉપયોગ કરવાથી બચો
ચોથી ભૂલ એ છે કે તમારા ફોનમાં ઘણી બધી પેમેન્ટ એપ્સ છે. આવું ન કરો અને માત્ર વિશ્વસનીય એપનો ઉપયોગ કરો. એક કરતાં વધુ UPI અથવા ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. એવી ઘણી ડિજિટલ પેમેન્ટ એપ્સ છે જે UPI લેવડ-દેવડને મંજૂરી આપે છે, તેથી તમારે તે જોવાનું રહેશે કે કયું કેશબેક અને રિવોર્ડ જેવા વધુ સારા લાભો આપે છે અને તે મુજબ તમારી પસંદગી કરો.
UPI એપને નિયમિતપણે અપડેટ કરો
પાંચમી ભૂલ જે લોકો વારંવાર કરે છે તે એ છે કે તેઓ જે એપનો ઉપયોગ કરે છે તેને તેઓ અપડેટ રાખતા નથી. તમને સલાહ આપવામાં આવે છે કે તમે જે પણ એપનો ઉપયોગ કરો છો તેને અપડેટ કરતા રહો. UPI પેમેન્ટ એપ સહિત દરેક એપને લેટેસ્ટ વર્ઝનમાં અપગ્રેડ કરવી જોઈએ કારણ કે નવા અપડેટ્સ બહેતર UI અને નવી ફીચર્સ અને લાભો લાવે છે. અપડેટ્સ ઘણીવાર બગ ફિક્સ પણ લાવે છે. એપ્સને લેટેસ્ટ વર્ઝનમાં અપગ્રેડ કરવાથી તમારું અકાઉન્ટ પણ સુરક્ષિત રહે.
લિંકથી પેમેન્ટ
આજકાલ લિંક દ્વારા પેમેન્ટ કરવાનો ટ્રેન્ડ ઘણો વધી રહ્યો છે. ઘણી વખત ચુકવણી કરવા માટે લિંક મોકલીતા હોય છે. તેનો ઉપયોગ સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા પણ થાય છે. તેથી, લિંક દ્વારા ચુકવણી કરતા પહેલા, તપાસો કે તેની સાથે ચૂકવણી કરવી સલામત છે.
OTP શેર કરશો નહીં
છેતરપિંડીના મોટાભાગના કિસ્સાઓ OTP દ્વારા જ થાય છે. લોકોને કંપની અને સરકાર દ્વારા સમયાંતરે OTP શેર કરવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો તેનો શિકાર બને છે અને પોતાનો OTP શેર કરે છે. આ સિવાય ઘણી વખત છેતરપિંડી કરનારાઓ બેંક ઓફિસર બનીને તમારી પાસે ઓટીપી માગે છે, આવી સ્થિતિમાં તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે તમારો ઓટીપી કોઈને ન આપો. ઓટીપી આપવાનો અર્થ છે કે તમારા ખાતામાંથી પૈસા ખતમ થઈ ગયા છે.
અનવેરિફાઇડ એપ્સથી દૂર રહો
ઘણી વખત લોકો તેમના ફોનમાં અનવેરિફાઇડ એપ ઇન્સ્ટોલ કરે છે અને તેનો ઉપયોગ કરતા રહે છે. આવી અનવેરિફાઇડ એપ્સ ધીમે ધીમે તમારા ફોન પર નિયંત્રણ લેવાનું શરૂ કરે છે અને તમારા ફોનને લગતી દરેક માહિતી છીનવી લે છે. આ માહિતીમાં તમારી બેંક સંબંધિત માહિતી પણ શામેલ છે. તેથી, મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે, ખાતરી કરો કે એપ્લિકેશન વેરિફાઈડ થયેલા તો છે ને.
News source: GSTV
Post a Comment