-->

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ

 ભારતમાં નવયુવાનોનો એક વર્ગ કોઈ પણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો.આ માટે તે હસતા મુખે બલિદાન દેવા પણ તૈયાર હતો.તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર રહેતા અને જાન લેવાની પણ હિંમત ધરાવતા હતા.

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત બળવંત ફડકે કરી હતી. વાસુદેવ બળવંત ફડકે પછાત જાતીઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી. મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા હતા.ત્યારે દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફે કર બંધુઓએ રેન્ડની હત્યા કરી હતી. વિનાયક સાવરકરે ઇ.સ. 1900 માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી જે બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખાયુ. તેમનું પુસ્તક "1857 પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ" પ્રકાશિત થતા પહેલા જ પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું.તેમને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જનમ ટીપની સજા વોહરી અંદમાન જેલમાં મોકલાયા. જ્યાં તેમની તબિયત બગડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયા આ જ અરસામાં કોલકત્તામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી બારીન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન હતા. આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સારો ફેલાવો કર્યો ખુદીરામ બોઝ અને પ્રફુલચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા યોજના ઘડી તેમની બગી પર બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો પરંતુ કિંગ્સફર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલ વકીલ કેનેડીના પત્ની,તેમની દીકરી મૃત્યુ પામ્યા.ખુદિરામને ફાંસીની સજા થઈ અને પ્રફુલચંદ્ર ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન પસંદ કર્યું.રામપ્રસાદ બિસ્મિલ અને અસફાક ઉલ્લાખાને હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.તેમણે કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી માટે નાણાંની આવશ્યકતા હોય કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરી ને લૂંટવામાં આવી અશફાક ઉલ્લાખાન, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્રનાથ પકડાયા તેમને ફાંસીની સજા થઈ.

આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતા. તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી પોસ્ટરો ચોટાડવા, અદાલતોમાં કેસ માટે નાણા એકત્ર કરવા, બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. ચંદ્રશેખર આઝાદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા. કાકોરી લૂંટમાં પણ સક્રિય રહ્યા હતા તેમને પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં ઇ.સ. 1931 માં અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલ થી શહીદી વહોરી.

સોર્સ. સામાજિક વિજ્ઞાનનું ધોરણ 8 નું પાઠ્યપુસ્તક